23 નવેમ્બર 2022

મેપડા પ્રાથમિક શાળામો સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયો..

મેપડા પ્રાથમિક શાળામો સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયો..








આજરોજ તારીખ 22 નવેમ્બર 2022 ના રોજ મેપડા પ્રાથમિક શાળામાં સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં મહેમદપુર સેન્ટરની તમામ શાળાઓ જેમકે , પેપોળ, મેમદપુર , રૂપાલ વગેરે શાળાઓએ ભાગ લીધો અને પાંચ વિભાગમાં પોતાની કૃતિઓ રજૂ કરવામાં આવી જેમાં યજમાન  શાળા મેપડા પ્રા શાળાએ સુંદર આયોજન કરીને સફળતાપૂર્વક આ આયોજન પૂર્ણ કર્યું હતું. જેમાં પ્રથમ નંબરમાં મેંપડા પ્રાથમિક શાળા તેમજ અન્ય વિભાગમાં મહેમદપુર,  નાવિસણા, અને રૂપાલ પ્રાથમિક શાળા નો અલગ અલગ વિભાગોમાં પ્રથમ નંબર મળેલ હતો.  દરેક વિજેતા વિદ્યાર્થીઓ તેમજ ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામ આપીને અભિનંદન પાઠવ્યા ...આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મેપડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મહેબૂબ ખાન જે પરમાર સાહેબ તેમજ તમામ શિક્ષક મિત્રો અને બહેનશ્રીઓએ ખૂબ જ મહેનત કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ મોહસીન અલી એમ મોમીન સાહેબે સંભાળ્યું હતું.

ટિપ્પણીઓ નથી: